NASA Made History: પૃથ્વીને મહાવિનાશથી બચાવવા નાસાએ કર્યો કમાલ, સફળ થયું નાસાનું મિશન ડાર્ટ

નાસાના ડાર્ટ મિશનમાં લઘુગ્રહની દિશા અને ગતિ બદલવાનો પ્રયોગ સફળ રહ્યો. પૃથ્વીને એસ્ટરોઇડ્સથી બચાવવા માટે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. જોકે, આ અંગેનો ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે.

NASA Made History: પૃથ્વીને મહાવિનાશથી બચાવવા નાસાએ કર્યો કમાલ, સફળ થયું નાસાનું મિશન ડાર્ટ

નવી દિલ્લીઃ અંતરિક્ષના ક્ષેત્રમાં નાસા અત્યાર સુધી અનેકવિધ સંશોધનો કરી ચૂક્યું છે. અને સમયાંતરે નાસા અનેક વિક્રમો સર્જતું આવ્યું છે. આજે ફરી એકવાર નાસાએ ઈતિહાસ રચી દીધો છે. પૃથ્વી માટે મહાવિનાશક ગણાતા એસ્ટેરોઈડથી બચાવવા નાસાએ હાથ ધરેલું ડાર્ટ મિશન સફળ રહ્યું છે. તેથી આજનો દિવસ સમગ્ર પૃથ્વી માટે ઐતિહાસિક દિવસ માનવામાં આવે છે. થોડા સમય પહેલા જ 4.45 કલાકે નાસાએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. સ્પેસ એજન્સીએ પૃથ્વીને એસ્ટરોઇડ્સથી બચાવવા માટે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ અંતર્ગત તેમનું ડાર્ટ મિશન હાથ ધર્યું. લઘુગ્રહની દિશા અને ગતિ બદલવાનો નાસાનો પ્રયોગ સફળ રહ્યો હતો. જોકે ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે.
 

— NASA (@NASA) September 26, 2022

નાસાને ખાતરી છે કે એસ્ટરોઇડ નામના મહાન વિનાશને કારણે મોટી અથડામણ સફળ થઈ હતી. એટલે કે, નાસાનું મિશન ડાર્ટ સફળ રહ્યું છે. ફૂટબોલ સ્ટેડિયમની સમકક્ષ ડિમોર્ફોસ સાથે અવકાશયાન અથડાતાં જ પ્રોજેક્ટ ડાર્ટ સાથે સંકળાયેલ નાસાની ટીમ આનંદથી ઉછળી પડી હતી અને વૈજ્ઞાનિકોએ ઉજવણી કરી હતી. વૈજ્ઞાનિકો પોતાનું હૃદય પકડીને અવકાશની આ ઐતિહાસિક ક્ષણને જોઈ રહ્યા હતા.   

મહત્વનું છે કે, નાસા પ્રોજેક્ટ ડાર્ટ દ્વારા જોવા માંગે છે કે, એસ્ટરોઇડ પર અવકાશયાનની ટક્કરથી કોઈ અસર થાય છે કે નહીં ? અવકાશયાનની અથડામણ એસ્ટરોઇડની દિશા અને ગતિને અસર કરે છે કે નહીં ? આ પ્રશ્નોના જવાબ વિગતવાર અહેવાલ આવ્યા બાદ જ મળશે, પરંતુ નાસાના વૈજ્ઞાનિકોને ખાતરી છે કે, અવકાશયાનની ટક્કરથી ડિમોર્ફોસ પર ચોક્કસ અસર થઈ છે. ઈમ્પેક્ટ સક્સેસનો અર્થ પણ એ જ થાય છે, પરંતુ કેટલી અસર થઈ છે તેના પર નાસાનો રિપોર્ટ બહુ જલ્દી સામે આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news